About Us
વિશ્વના નકશા ઉપર નજર કરીએતો એશીયા ખંડમાં આવેલો આ ટચુકડો નાનો એવો ભારત દેશ દુનિયાની કુલ વસ્તીના છટ્ઠા ભાગની આબાદી એટલે કે 120 કરોડ ની વસ્તી ધરાવતા આ ટચુકડા વિકાશસીલ નાનકડા દેશની પશ્ચિમમાં નાનકડું 6 કરોડની વસ્તી ધરાવતું એવું ગુજરાત રાજ્ય જેના માટે એમ કહેવાય છે કે "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" એવા ટચુકડા નાના રાજ્ય ની અંદર મેહાણા સાવ દેશી અને અપભ્રંથ ભાષામાં કહીયેતો એવા મેહાણા એટલેકે મેહસાણા જીલ્લા ના મેહસાણા તાલુકામાં સાવ તાલુકાની છેલ્લી બોર્ડેર ઉપર આવેલું એવું ખુબજ વિકાસશીલ અને ખુબજ ઓછી વસ્તી એટલે કે 3000/- (ત્રણ હાજર) આબાદી ધરાવતું એવું સાલડી ગામ જે ચાર તાલુકો એટલે કે મેહસાણા,માણસા,કલોલ અને કેડી તાલુકા ના એમ ચાર તાલુક ની સરહદ ઉપર આવેલું છે. આમતો શાબડી ગામ વિકાસની રીતે જોવામાં આવે તો સંપૂર્ણ રીતે વિકાસ થયેલું એટલે કે જેની અંદર પ્રાથમિક શાળા થી માંડી હાઇસ્કુલ સુધીનું શિક્ષણ ની સુવિધા વાળું અને ધર્મની દ્રષ્ટીએ વિચાર કરીએ તો શાલડી ગામ ચારે બાજુથી દેવી દેવતાઓથી રક્ષાએલું અને સુરક્ષિત છે.
સાલડી ગામના દક્ષીણે એટલે કે કલોલ,મેહસાણા સ્ટેટ હાઈવે પસાર થાય છે અને એ સ્ટેટ હાઈવે ઉપર શ્રી પીપલેશ્વર મહાદેવ સ્વયંભુ જળાધારી વાળું મહાદેવજીનું લગભગ 700 વર્ષ પુરાણું મંદિર આવેલું છે જે આજુબાજુના ગામડાઓ માટે શ્રધ્ધા તથા ધર્મનું ખુબ વિશિષ્ટ સ્થાન ધરાવતું મંદિર છે. ત્યારબાદ જોઈ એ તો પશ્ચિમ માં જય્શ્રીમાંતાજી એટલે કે ગોત્રદેવીનું આ ખુબજ પરચાધારી ધરાવતું માતાજીનું મંદિર આવેલું છે ત્યારબાદ ઉત્તરે ભગવાન રામ નું જેમ દરેક ગામમાં રામજી મંદિર એ ગુજરાત ના ગામડાઓની આગવી ઓળખ છે એવું રામજી મંદિર તથા જૈન ભાઈઓનું કલાત્મક તથા જોવા લાયક એવું જૈન દેરાસર પણ આવેલું છે ત્યારબાદ મધ્યમાં ખુબજ પ્રખ્યાત તથા સાક્ષાત પરચો આપનાર એવા વિશિષ્ટ એવા ખુબ જ બળવાન એવા બળિયાદાદા નું મંદિર આવેલું છે. જે દેવની તમે શ્રધાથી કોઈપણ બાધા રાખે તો તમારી મનોકામના સદાય પૂરી કરતા એવા બળિયાદાદાનું ખુબ જ ભવ્ય નવીન નિર્માણ પામેલું મંદિર આવેલું છે. ત્યારબાદ ગામની કરોડ ભાઈઓના કુળદેવી એવા માં ચામુંડા તથા જોગણી માતાજીના મંદિર આવેલા છે. મધ્ય માં મુસ્લિમ તથા હિંદુ ભાઈઓના આસ્થાના ઉદય સમાન શ્રી બલાપીરનું સ્થાનક આવેલું છે. સાલડી ગામ આમ જુઓ તો બે બાજુઓથી ગામ માં પ્રવેશ કરી સકાય છે અને બંને બાજુ ખુબ જ સુંદર તથા કલાત્મક ગેટ દાતાઓના દાન થી બનાવનમાં આવેલો છે અને ગામ ના મધ્ય માં પણ જૈન ભાઈઓના દાનથી ખુબ જ આકર્ષક એવો ભવ્ય પ્રવેશદ્વાર પણ છે.
ત્યાર પછી જોઈ તો હમણાં જ નવીન નિર્માણ પામેલું રામાંપીરનું ખુબ જ ભવ્ય મંદિર પણ બન્યું છે અને હવે જેની આપણે વાત કરવા જી રહ્યા છીએ જેના વિશે આપણે વિગતવાર લેખ લખી વેબ સાઈટ ઉપર મુકવાના છીએ એવા ખુબ જ પ્રાચીન, લગભગ 200 વર્ષ પૂર્વે નિર્માણ પામેલા તથા જે માતાજી ગામ ટોડલા ઓળખાય છે અને જે 'મહાકાલી' માતાજી ના નામે ઓળખાય છે. એવા માં મહાકાલી નું મંદિર સલડી ગામની પૂર્વ દિશા માં એટલે કે ઉગતા સૂર્યની દિશા માં સદાય ગામ ને ઉજવળ તથા ઉજાસ પાથરતા એવા માં મહાકાલી નું મંદિર ખુબ જ સુંદર તથા કલાત્મક રીતે નિર્માણ પામેલું જોવા મળે છે.
માં કાળી માતાજી નું પ્રથમ તો વરસો પેલા એક નાનું મંદિર હતું અને એની સેવા પૂજા કરવા માટે એક પુજારી રેહતો અને એ પુજારી ને આખા ગામમાંથી વર્ષ દહાડે પાંચશેર અનાજ એના પૂજા કરવાના અવેજમાં મળતું આમ આ રીતે ખુબ શ્રધા અને ભક્તિ મય તથા જેનો દર વર્ષ શ્રાવણ સુદી-નોમના દિવસે હવન કરવામાં આવતો. ત્યારબાદ લગભગ 1999 માં મહાકાલી જીર્ણોધ્યા મંડળ બનાવી માતાજી ના મંદિર નો વિકાસ કરવામાં આવેલો અને એ સમયે લગભગ 10 લાખ રૂપિયા ખર્ચ કરી માં મહાકાલી નું નવીન મંદિર બનાવી ગામ બેઉએ માતાજી ની પ્રતિષ્ઠા કરી અને ખુબ ભવ્ય નવું મંદિર નિર્માણ પામેલ. માતાજીની મૂર્તિ ખંડિત થવાથી 2002 ની સાલ માં ફરીથી માતાજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી માતાજી ની સવાર સાંજ ભવ્ય આરતી કરવામાં આવે છે. તથા મંગળવાર, રવિવાર અને પૂનમ ના દિવસે માતાજી ના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડે છે. અને ખુબ જ આસ્થા તથા શ્રધ્ધા પૂર્વક માના દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવે છે.
માતાજીનો આગમો મહિમા દિવાળી ઉપર એટલે કે આસો વદી અમાસથી ચાલુ થાય છે જે ચાર દિવસ સુધી ચાલે છે.
ગામમાં બિરાજમાન માતાજી માં કાળી ના ઉત્સવ માં વરસો પેલા દિવાળી ના દિવસે ગામના કાયદા મુજબ માતાજીની ગરબી કાઢવામાં આવતી. આ ગાળાનું વિગતવાર તથા તેનું વિશિષ્ટ મહત્વ પણ માણવા જેવું છે. માતાજી ની ગરબો ચાર વળીઓમાંથી બનાવામાં આવતો અને એ ચાર વળીઓ ઉત્સવ પતે એટલે માતાજી ના મંદિરે મૂકી આવવામાં આવતી જયારે દિવાળી આવે ત્યારે માતાજીના મંદિરેથી કાયદા મુજબ ગામના હરીજન ભાઈઓ એ વળીઓ મંદિરે થી ગામના ચોક માં લાવી આપતા. ત્યારબાદ ગામના ઠાકોર ભાઈઓ વખડાનું લાકડું લાવી દેતા અને ગામના સુથાર ભાઈઓ એ એ લાકડામાં સુંદર મજાની માયા બનાવી અને ગરબાને તૈયાર કરતા અને એ તૈયાર થયેલો ગરબો હોય અને ગામના પ્રજાપતિ ભાઈઓ રમયોથી રંગી એને તૈયાર કરતા અને ગામના પટેલ ભાઈઓ દિવાળીના દિવસે વગડામાં બાંળડીના છોડ લાવી એના ફૂલચૂંટી અને હરીજન ભાઈઓ સુતર આપી જાય એમાંથી સુંદર હાર ગૂંથીને તૈયાર કરતા.ત્યારબાદ રાત્રે 8:00 વાગે ગરબાને શણગારવામાં આવતો અને એ શણગારેલો ગરબો જે સ્થળ પર હોય એ સ્થળ ઉપર ગામના બેહનો પાંચ આંટા ગરબાના ગાઈ અને ત્યારબાદ ગરબાને જુના ચકલામાં લાવતા અને ત્યારબાદ આખી રાત બેહનો દેશી ઢોલના તળે દેશી ગરબા ગાતી. સવારે 8:00 વાગે એટલે ગરબા ઉપર મોટા દુડીયામાં કપાસિયા ભરી જે ગામના ઘાંચી ભાઈઓ તેલ લાવ્યા હોય એ તેલ રેડી ઉડીયાને ગરબા ઉપર મૂકી ને માતાજીને વળાવવામાં આવતા અને સવારે 8:00 વાગે ગરબો અત્યારથી ભાગોળ છે.
એ ભાગોળે લાવવામાં આવતો અને ત્યારબાદ બાધા પ્રમાણે ગરબો વાળવાની ઉજવણી થતી અને જેનો ચડાવો વધારે હોય એ બેસતા વર્ષના દિવસે ગરબો વળાવીને પોતાના ઘરે લઇ જતા અને ત્યારબાદ ક્રમ પ્રમાણે ગરબો જેટલા ચડવા હોય એટલા દિવસે ગામમાં બાધા વાળાને ત્યાં લઇ જઈ ચોકે ધામધુમથી ગરબા ગાય સવારે વળાવતા આમ દસથી પંદર દિવસ ગરબો ગામમાં રેહતો ત્યારબાદ ગરબાની જે બાધાઓ રાખતા એ બધા બાધાઓનો એક જ દિવસ કરી દઈ ગરબો એક જ દિવસ રાખતા આમ દિવાળી અને બેસતુ વર્ષ એમ બે દિવસ ગરબો રેહતો. કાયદા માં તેનો સુધારો કરી ગરબો લોખંડનો કરવામાં આવ્યો અને સુંદર મજાના ફૂલોથી શણગારવામાં આવ્યો અને બે દિવસ ના બદલે ગરબાના ચાર દિવસ કરી ગામમાં ચાર દિવસ ગરબાનો માહોલ જોઈ ભલભલા થઇ જાય કે ના ભઈ દીવાડીતો સાલડી માં જ કરાય. ચારે દિવસે ખુબ જ મોંઘા કલાકારો ચાર દિવસ રાત્રે આવતા ચા પાણી મફત તથા રાત્રે રિશેષ માં નાસ્તો પણ ચારે દિવસ મફત માં વહેંચવામાં આવે અને માતાજી ના ગરબા વગાડવામાં ખુબ જ સારા એવા પૈસા આવી અને માતાજીનો કાહ્ર દિવસ નો પ્રસંગ ખુબ ધામધૂમ થી અધ્યતન લાખ ઉમેરકો ની સાથે ઉજવવામાં આવે છે.
વહીવટ કર્તા: કે. કે. પટેલ
સાલડી
વેબસાઈટના દાતાશ્રી : પટેલ પૂનમભાઈ મંગળભાઈ ભક્તિભાઈ
Website Design & Develop By:
Shayona Technology